હાલોલની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોદ્દેદારો તેમજ સદસ્ય મંડળનો કાર્યકાળનો સમયગાળો પૂર્ણ થતા નવીન હોદ્દેદારો તેમજ મંડળીના સદસ્યોની વરણી કરવા માટે સંપૂર્ણ લોકશાહીની ઢબે ચૂંટણી કરી મતદાનની પારદર્શક પ્રક્રિયા આજરોજ હાથ ધરવામાં આવી હતી જેમાં આજે સોમવારે હાલોલના મંગળવારી ખાતે આવેલી એપીએમસીની કચેરી ખાતે સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલના ૧૦ ઉમેદવારો તેમજ કોંગ્રેસ પ્રેરિત ખેડુત પેનલના ૬ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા બન્ને પક્ષો પ્રેરિત પેનલો વચ્ચે સીધી ટક્કર સર્જાઇ છે જેમાં કુલ ૧૬ ઉમેદવારોના વિવિધ ચિન્હો પર ૨૭૨ ખેડૂત સભાસદો પૈકી ૧૬૨ જેટલા સભાસદ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.જેમાં ખેડૂત સભાસદ તરીકે હાલોલ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલની તમામ ૧૦ બેઠકો પર ભાજપા પ્રેરિત પેનલનો ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો જ્યારે હાલોલ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલના ૧૦ ઉમેદવારો પૈકીના એક ઉમેદવાર પ્રવીણસિંહ પરમારે પણ પોતાની પેનલના તમામ ૧૦ ઉમેદવારોની જીત પાક્કી જોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો જેમાં આજે સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની કાચેરી ખાતે યોજાયેલ મતદાનની પ્રક્રિયા જિલ્લા રજીસ્ટારની ઉપસ્થિતિમાં હાલોલ શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી જેમાં આવતીકાલે તારીખ ૧૩/૦૨/૨૦૨૪ મંગળવારના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે તેવી માહિતી મળવા પામી છે જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલના ૧૦ ઉમેદવારો અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલના ૦૬ ઉમેદવારોના ભાવિ હાલમાં તો મત પેટીમાં સીલ થવા પામ્યા છે જેમાં આવતીકાલે સ્પષ્ટ સાથે કે કોણે બાજી મારી છે ! જોકે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો દ્વારા પોતાની ભાજપા પ્રેરિત પેનલની જીત પાક્કી હોવાનો દાવો કરતા નજરે પડ્યા હતા જોકે આગામી દિવસોમાં ચૂંટાયેલા ૧૦ સદસ્યોમાંથી ચેરમેન,સેક્રેટરી જનરલ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની પસંદગી કરી તેઓને હોદ્દાઓ સુપ્રત કરી ખેડૂતોના હિત માટેની કામગીરી હાથ ધરાશે તેવી માહિતી મળવા પામી છે.