ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર રસાણા પાસે અકસ્માત માં એક વ્યક્તિનું મોત થયું છે. ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા જેન્તીભાઈ ગિરધરભાઈ માળી ફોટો અને વીડિયોગ્રાફીનો વ્યવસાય કરતા હતા. જેઓ કુંભલમેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઈક લઈને પરત ડીસા તરફ આવી રહ્યા હતા. તેમજ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈકને ટક્કર વાગતા રોડની સાઈડમાં આવેલી જાડીમાં ઘૂસી ગયું હતું. જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત માં બાઈક ચાલક જેન્તીભાઇ રોડ પર પટકાતા તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેમનું કરુણ મોત થયુ હતું ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો પણ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી થઈ જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coconut Summer Benefits: गर्मियों में जरूर करें खाने में नारियल का उपयोग, होंगे गजब के फायदे
नारियल दक्षिण भारत का एक मुख्य फल है जो कि दुनियाभर में अपने अनगिनत गुणों के कारण मशहूर है। यह...
મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિત થયા વિનાની રાજકીય જાહેરાત પર પ્રતિબંધ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે અને મતદાનના...
राहुल गांधी ने आज फिर उठाए ईवीएम पर सवाल,कहा-ये एक ब्लैक बॉक्स
कांग्रेस के नेता राहुल गांधी ने एक बार फिर ईवीएम को लेकर सवाल उठाए हैं. राहुल गांधी ने सोशल...
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય.
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય.
Chattisgarh New CM Vishnu Deo Sai को Amit Shah कहां से लाए?
Chattisgarh New CM Vishnu Deo Sai को Amit Shah कहां से लाए?