એ.સી.બી. સફળ ટ્રેપ કેસ:
ટોલ ફ્રી-૧૦૬૪
ફરીયાદી :- એક જાગૃત નાગરીક.
આરોપી :- ધવલભાઈ વાડીલાલ પટેલ, ઉ.વ.૩૪, ધંધો - નોકરી, એ.એસ.આઈ. વર્ગ-૩, બીટ નં.૧, એકતાનગર પોલીસ સ્ટેશન, (કેવડીયા) તા.ગરૂડેશ્વર, જી-નર્મદા, હાલ રહે. ૩૨, શ્રીરામ સોસાયટી, જકાતનાકા પાસે, રાજપીપલા, જી-નર્મદા,
લાંચની માંગણીની રકમ :- રૂા.૩૦૦૦/-
લાંચની સ્વીકારેલી રકમ :- રૂા.૩૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૩૦૦૦/-
ગુનાની તારીખ :- તા.૧૧/૦૨/ર૦ર૪
ટ્રેપનું સ્થળ :- પ્રતિમા હોટલની બાહર, કેવડીયા મેઈન બજાર, કેવડીયા.
ટુંક વિગત :-
આ કામના ફરીયાદી અગાઉ આંકડા જુગારના ધંધા કરતા હતા. તેનો જુનો વ્યવહાર બાબતે આ કામના આરોપીએ ફોન કરી રૂ.૩૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવેલ. જે લાંચની રકમ રૂ.૩૦૦૦/- ફરીયાદીશ્રી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતાં ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી સાથે પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી રૂા.૩૦૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારીશ્રી :-
શ્રી એસ.વી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર.
ભરૂચ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ. તથા સ્ટાફ.
સુપરવીઝન અધિકારીશ્રી :-
શ્રી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.