કોન્સ્ટેબલની 26,146 જગ્યાઓ પર થશે ભરતી
સ્ટાફ સિલેક્શન કમિશને 10માં ધોરણની લાયકાત સાથે 26,146 પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે, કેન્દ્રીય ગૃહ વિભાગે ઉમેદવારોને સારા સમાચાર આપ્યા છે. પ્રથમ વખત, કેન્દ્રીય સશસ્ત્ર દળોમાં 26,146 કોન્સ્ટેબલ (GD) પરીક્ષાઓ હિન્દી અને અંગ્રેજીની સાથે 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. પરીક્ષા આ મહિનાની 20મીથી 7મી માર્ચ સુધી યોજાશે. SSC આ પરીક્ષાઓનું આયોજન કરે छे.