ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની 34મી બેઠક આજરોજ યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તેમજ સ્થાયી સમિતિ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

આજની બેઠકમાં ગત મીટીંગની કાર્યવાહીને વંચાણે લેવા સહિતના વિવિધ વિષયો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. 

ગાંધીનગર મનપાના કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ સને 2023-24નુ રીવાઈઝ અંદાજપત્ર તેમજ સને 2024-25 નું ડ્રાફ્ટ અંદાજપત્ર અંગે આજની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.