ડીસા તાલુકાના સમસ્ત જાલોર સોલંકી (માળી) પરિવાર દ્વારા વડાવળથી શ્રી બ્રહ્માણી માતાજી જાલોર પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. જેમાં હજારોની સંખ્યામાં સોલંકી (માળી) પરિવાર ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાજતે-ગાજતે માતાજીની પદયાત્રામાં જોડાયા હતા.

ડીસા તાલુકાના વડાવળમાં ચતરાજી દરગાજી સોલંકી પરિવાર તરફથી શિવ શક્તિ કોલ્ડ સ્ટોરેજથી જાલોર ગામે શ્રી બ્રહ્માણી માતાજીના મંદિર સુધી પગપાળા સંઘનું પ્રસ્થાન કર્યું છે. જેમાં હજારોની સંખ્યામાં સોલંકી (માળી) પરિવાર ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાજતે-ગાજતે માતાજીની પદયાત્રામાં જોડાયા હતા. વડાવળથી નીકળી સંઘ સૌપ્રથમ આખોલ ચાર રસ્તા નજીક આવેલ કુળદેવી કોલ્ડ સ્ટોરેજ ખાતે રોકાઇને લોકોએ માતાજીની પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

 આ સંઘમાં 200 થી 250 પગપાળા યાત્રિકો ડીસાથી જાલોર પગપાળા સંઘમાં જોડાયા છે. આ સંઘ રવિવારે જાલોર પહોંચ્યા બાદ વિશાળ શોભાયાત્રા યોજાશે. ત્યારબાદ રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જ્યારે સોમવારે રણછોડજી અમરાજી સોલંકી તરફથી યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં ભાવિક ભક્તો યજ્ઞમાં આહુતિ આપશે. જ્યારે ભાવિક ભક્તો દર્શન અને ભોજન પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવશે.

આ પ્રસંગે ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. માળી, બનાસકાંઠા જીલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ધારાશાસ્ત્રી મનુભાઇ એમ. સોલંકી, ડીસાના ધારાશાસ્ત્રી સંજયભાઇ એમ. સોલંકી, ગૌભક્ત પ. પૂ. છોગારામ બાપુ, વાસણા ગોળીયા ગામના આગેવાન ઉમાજી નવાજી પટેલ, પરસોત્તમભાઇ ફતાજી સોલંકી, સમસ્ત સોલંકી પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વાજતે-ગાજતે સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું.