બનાસકાંઠામાં ડીસાના તાલેપુરા પાસે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ડીસા તાલુકાના પમરુ ગામે રહેતા દશરથભાઈ ચૌધરી વીડિયોગ્રાફી, ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે અને તેઓ આજે તેમની કાર લઈને પમરુથી તાલેપુરા ગામ તરફ લગ્ન પ્રસંગે ઓર્ડરમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અચાનક શ્વાન દોડી આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો હતો. કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. સબનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ઝાડ સાથે કાર ટકરાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેથી કાર માલિકને મોટું નુકશાન વેઠવું પડ્યું હતું.