વલસાડના એક વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતીએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તેણીના વાલીઓની કથિત હેરાનગતિ બાબતે મદદ કરવાની માંગણી કરતા સિટી પોલીસે યુવતી સહિત તેના પરિવારજનોને પોલીસ મથકે તેડાવ્યા હતા જ્યાં યુવતીએ હિંદુ પ્રેમીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસે તમામને કાયદાની સમજ આપ્યા બાદ યુવતીને તેના પ્રેમીના ઘરે મોકલી આપતા મામલો થાળે પડ્યો હતો. વલસાડના એક વિસ્તારમાં રહેતી પુખ્ત વયની મુસ્લિમ યુવતીએ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને કોલ કરી તેણીના વાલીઓ તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા દબાણ કરી રહ્યા હોવાનું જણાવી મદદ કરવાની માંગણી કરી હતી જે આ બાબતે કંટ્રોલરૂમમાંથી વલસાડ સીટી પોલીસને જાણ કરાતા સીટી પોલીસ નો સ્ટાફ યુવતીના ઘરે પહોંચ્યો હતો જે બાદ યુવતી અને તેના પરિવારજનોને સીટી પોલીસ મથકમાં તેડાવવામાં આવ્યા હતા સિટી પોલીસ મથકમાં આવેલી યુવતીએ તેણીના હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધો હોવાને કેફિયત રજૂ કરી હતી. ઉપરાંત તેણીએ માતા-પિતાના ઘરે નહીં પરંતુ પ્રેમી સાથે જ અને પ્રેમીના ઘરે જ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ પુખ્ત વયની યુવતીના પ્રેમીને પણ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યો હતો. દરમ્યાન સીટીપીઆઈ બીડી જીત્યાએ યુવતીના વાલીઓ અને તેણીના પ્રેમીના વાલીઓને પ્રવર્તમાન કાયદાઓની સમજ આપી અંત્ય યુવતીને તેણીના પ્રેમીના ઘરે મોકલી આપવામાં આવતા મામલો થાડે પડ્યો હતો.