ડીસામાંથી ત્રણ દિવસ અગાઉ બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રામનગર વિસ્તારના એક મકાનમાંથી ડ્રગ્સ ના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી પાડ્યો હતો જેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રિમાન્ડ પુરા થતા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો
ડીસા શહેરના રામનગર વિસ્તાર માં એક યુવકે મકાન ભાડે રાખી ડ્રગ્સ ની હેરાફેરી કરતો હતો જેની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ને મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી આ યુવકને ઝડપી પાડ્યો હતો જેની સામે ગુનો નોધી વધુ તપાસ ડીસા દક્ષિણ પોલીસને આપવામાં આવી હતી દક્ષિણ પોલીસે આરોપીને ડીસાની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે ડ્રગ્સ નો જથ્થો આપનાર અને લેનાર બે આરોપીઓના નામ ખુલ્યા છે ત્યારે મુખ્ય આરોપી વિપુલ ગંગારામ વણોદ રહે કુંભારખા સુઈગામ વાળાના રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વારા તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે આરોપીને સબજેલમાં મોકલવાનો હુકમ કરતા પોલીસે આરોપીને સબજેલમાં ધકેલી દીધો છે અને તપાસ દરમિયાન ખૂલેલા અન્ય બે આરોપીઓના નામો એફ આઇ આર માં નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે