વર્ષ 2019 માં યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવ ખાતે પંચમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ દરમ્યાન પંચમહોત્સવની સાઈટ ખાતે આવેલ બાઈકના પાર્કિંગમાંથી એક બાઈકની ચોરી થવા પામી હતી જે અંગેની ફરિયાદ વર્ષ 2019 માં પાવાગઢ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી વિવિધ ગુનાઓના આચરીને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયતમાં જોતરાયેલી જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2019 માં પંચમહોત્સવના પાર્કિંગમાંથી ચોરાયેલી બાઈક આરોપી અજયભાઈ ભયલાલભાઈ રાઠવા,રહે. ટીંબી,ધાબાડુંગરી ફળિયુ,તા.હાલોલનાઓએ ચોરી કરી હતી અને તે આરોપી હાલમાં ચોરીની બાઇક સાથે વડાતળાવ નજીક ઉભો છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે આરોપી અજયભાઈ રાઠવાને ચોરીની બાઇક જેની અંદાજી કિંમત 15000 રૂપિયા ગણી શકાય જે બાઈક સાથે ઝડપી પાડી ચાર વર્ષ પહેલાંના પાવાગઢ પોલીસ મથકના બાઇક ચોરીના ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી હતી જેમાં એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપી અજય રાઠવાને આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત પાવાગઢ પોલીસ મથકે સોપ્યો હતો