બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ની સુચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ એમ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ ડીસામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી ના આધારે એક શંકાસ્પદ એકટીવા ચાલકને રોકાવી તેની કડક પૂછપરછ કરતા તેને એકટીવા સોમનાથ ટાઉનશિપ માંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી એકટીવા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઈન્દ્રજીતસિંહ જામાભાઈ, મહંમદમુજી દિનેશભાઈ, માવજીભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન
મહંમદમુજીબ ને બાતમી મળી હતી કે ધાનેરા તરફથી એક સફેદ કલરનું એકટીવા લઈ એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ડીસા બજારમાં આવેલ છે અને થોડાક સમયમાં કોલેજ ચાર રસ્તા તરફથી પાલનપુર હાઈવે દીપક હોટેલ તરફ લઈ જનાર છે જેથી તાત્કાલિક દીપક હોટલથી કોલેજ જતા રોડ વચ્ચે વોચ ગોઠવી આ એકટીવા ચાલક આવતા તેને રોકાવી એક્ટીવા ચાલકનું નામ પૂછતાં પોતે પોતાનું નામ હીતેશપુરી બાબુપુરી ગૌસ્વામી રહે.મોઢેશ્વરી સોસાયટી ડીસા હોવાનું જણાવેલ અને તેની પાસેના એક્ટીવાના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે આ એક્ટીવા આશરે પાંચ છ દીવસ પહેલાં ડીસા સોમનાથ ટાઉનશીપમાં રાત્રિના સમયે એક મકાન માં લોખંડના સળીયા વડે તાળુ તથા નકુચો તોડી અંદર પ્રવેશી ઘરમાં તિજોરી,કબાટ તથા અન્ય ઘરવખરીમાં શોધખોળ કરતાં કંઈ હાથ ના લાગતાં બેઠક રૂમમાં ચાવીઓ લટકાવેલી જોતાં જેમાંથી બહાર ઓસરીમાં પડેલ આ એક્ટીવા ચોરી કરી હતી જેથી પોલીસે એકટીવા જપ્ત કરી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે આરોપીને દક્ષિણ પોલીસને સોંપવામાં આવેલ છે