આંખોની ખરાબીના કારણે પણ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે આજે ડીસામાં નેશનલ રોડ સેફ્ટી માસ અંતર્ગત ટેક્સી અને રીક્ષા ચાલકોની આંખોની ચકાસણી કરી નિદાન કરાયું હતું.
સરકાર દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસામાં આજે ટેક્સી અને રીક્ષા ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. ડો. ડીકેશ ગોહિલે અંદાજીત 200 થી પણ વધુ ચાલકોની આંખોની તપાસ કરી નિદાન કર્યું હતું.
ખાસ કરીને આંખોની ખરાબીના કારણે કેટલાય લોકોને સાંજ પછી દેખાવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે અને તેના કારણે ક્યારેક નાના-મોટા અકસ્માતો પણ થતા રહે છે. ત્યારે આવા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આજે ડીસામાં ટેક્સી અને રીક્ષા ચાલકોની આંખો સંપૂર્ણ તપાસ કરી નિદાન કર્યું હતું.