કડી : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત ભવકુંજ સ્કૂલને “એજ્યુકેશન ટુડે”ના સર્વે બાદ સર્વશ્રેષ્ઠ સ્કૂલ એવોર્ડથી સન્માનિત કરાતા શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સર્વે “એજ્યુકેશન ટુડે” દ્વારા કરવામાં આવતા મહેસાણા જિલ્લાની 14 સ્કૂલોમાંથી ભવકુંજ સ્કૂલને સર્વશ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ બેંગ્લોર ખાતે ડૉ. જોન અબ્રાહમના હસ્તે એનાયત કરવામાં આવ્યો. આ એજ્યુકેશન ટુડેના સર્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા માટે એકેડેમિક રેપ્યુટેશન, ઈન્ડીવ્યુંઝીયલ એટેન્શન ટુ સ્ટુડન્ટ, ફ્યુચર પ્રૂફ લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટુડન્ટ એડવાન્સમેન્ટ એન્ડ મેન્ટરીંગ, લીડરશીપ ઇન કોલીટી મેનેજમેન્ટ, ટીચર્સ એડવાન્સમેન્ટ એન્ડ વેલ –બીઈંગ, સાયકોલોજીકલ એન્ડ વેલ – બીઈંગ ઓફ સ્ટુડન્ટ, હોલઈસ્ટિક એજ્યુકેશન, વેલ્યુ ઓફ મની, કો-કરીક્યુલર એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઇનોવેટીવ એજ્યુકેશન, કમ્યુનીટી સર્વિસ અને ઈન્ટીગ્રૅટેડ લર્નિગ એવા 14 જેટલી બાબતોના માપદંડમાંથી પસાર થવું પડે છે.
નર્સરીથી ધોરણ 12 સુધીનું ગુણવત્તા યુક્ત શિક્ષણ આપતી ભવકુંજ સ્કૂલે ખુબજ ટુંકાગાળામાં સર્વશ્રેષ્ઠ 100 % પરિણામ મેળવ્યું છે. ભવકુંજ સ્કૂલને સર્વશ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ મળતાં સમગ્ર શાળા અને સંસ્થા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. ભવકુંજ સ્કૂલની વ્યવસ્થાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરતાં એજ્યુકેશન ટુડે મેગેઝીન દ્વારા 10મી નેશનલ કોન્ફરન્સમાં સર્વશ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ ભવકુંજ સ્કુલના પ્રિન્સીપાલ અજુ થોમસને એનાયત કરવામાં આવ્યો હતો.