કાલોલ પોલીસ મથકે નીલુદેવી સંદીપકુમાર પટેલ દ્વારા નોંધાવેલ વિગતો મુજબ ગઈ તા-૨૫/૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી ના પતિ સંદીપકુમાર જેન્તીલાલ પટેલ નાઓ ગોવા જવા માટે નીકળેલા અને ફરિયાદી અને તેઓ નો છોકરો રોહીતભાઇ નાનો જે મગનપુરી ડેરોલ સ્ટેશન ખાતે મકાન ભાડે રાખી અલગ રહેતો હોય જેથી સાંજના સાતેક વાગ્યે તેઓ છોકરાના ઘરે રહેવા માટે મારા ઘરનુ તાળુ મારી જતા રહેલ અને તેઓના પતિએ ઘરની નીચે રહેતા સુમીત્રાબેન ચંદુભાઈ રાઠોડ નાઓને કહેલ કે, અમારુ ઘર બંધ કરી અમો જઈએ છીએ તો તમો અમારું ઘર જોતા રહેજો તેમ કહી તેઓ છોકરાના ઘરે જતા રહેલ અને શુક્રવારે સવાર ના સાતએક વાગ્યાના સુમારે મગનપુરી ગામે રહેતા શારદાબેન કનુભાઈ રાઠોડ નાઓ ડેરોલ સ્ટેશન પોરવાડ ફળીયામાંથી આવતા હતા તે વખતે તેમના ઘરના માલિક વિનોદબેન વા/ઓ ધીરજલાલ કેશવલાલ શાહ નાઓએ શારદાબેન ને વાત કરેલ કે, હું સવારમાં ઉઠીને અમારા ઘરની બહાર નીકળી મેડા ઉપર જોતા તેમના ઘરમા ભાડે રહેતા નિલુદેવી બેનનું ઘરના દરવાજાને મારેલ તાળું તુટેલ હાલતમાં જોયેલ જેથી તમો આ નિલુબેનને કહી તેમના ઘરે મોકલજો તેવી વાત ફરીયાદી ને શારદાબેન કનુભાઇ રાઠોડ નાઓએ આવીને કરતા તેઓ ઘરે ગયેલ અને ત્યા જોયેલ તો ઘરના દરવાજાને મારેલ તાળું તુટેલ હાલતમાં હતું અને મકાનમાં જઈ ખાતરી તપાસ કરતા ઘરમાં દિવાલમાં લગાવેલ કબાટનો દરવાજો તુટેલ ખુલ્લી હાલતમાં જોયેલ અને કબાટની કુંડી તોડીને તેમા મૂકી રાખેલ એક સ્ટીલના ડબ્બામાં સોના ચાંદીની રકમો મૂકેલ હતી તે ડબ્બો જોવા મળેલ નહી જેથી તેમને માલુમ પડેલ કે ઘરમા કોઈ અજાણ્યા તથા કોઇ જાણભેદુ ચોર ઇસમો મારા ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકી રાખેલ સ્ટીલના ડબ્બામાંની નીચે મુજબની ચીજવસ્તુઓ ચોરી કરી લઈ ગયેલ છે.
(૧) ચાંદીના જાડા છડા જોડ-૦૩ જે જુના વપરાયેલ છે જેની અંદાજે કિંમત રૂપીયા ૨૦,૦૦૦/-
(૨) ચાંદીના પાતળા છડા જોડ-૦૨ જે જુના વપરાયેલ છે જેની અંદાજે કિંમત રૂપીયા ૫,૦૦૦/- (૩) ચાંદીની ઝાંઝર જોડ -૦૧ જુની વપરાયેલ છે જેની અંદાજે કિંમત રૂપિયા ૧૨,૦૦૦/-
(૪) ચાંદીનો કમર જુડો નંગ -૦૧ જુનો વપરાયેલ છે જેની અંદાજે કિંમત રૂપિયા ૧,૫૦૦/-
(૫) સોનાની બુટ્ટી જોડ-૦૧ જેની અંદાજે કિંમત રૂપીયા ૭૦૦૦/-
(૬) સોનાની નાકની નથણી નંગ-૦૧ જેની અંદાજે કિંમત રૂપીયા ૧૫૦૦/- કુલ રૂ ૪૭,૦૦૦/ ની ચોરી ની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.