કાલોલ તાલુકાની ઘૂસર સરકારી સસ્તા અનાજની FPS ધી જલારામ ગ્રાહક ભંડાર જેઓના શોપ મેનેજર મહેશભાઈ ઉર્ફે ટીનાભાઈ પરમારને ત્યાં એચ.ટી.મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ઘઉં 16 કટ્ટા વધ , ચોખા 1 કટ્ટા ઘટ તથા ચણા 158 કી.ગ્રામ 3 કટ્ટા વધ, ખાંડ 16 વધ આમ કુલ મળી 19 કટ્ટાની વધ - ઘટ મળેલ છે.દુકાનદાર દ્વારા ઓનલાઇન પ્રિન્ટેડ કુપન પણ રેશનકાર્ડ ધારકોને આપવવામાં આવેલ નથી કે તેની સ્થળપળ રાખવામાં આવેલ નથી તેવું પરવાનેદારે પોતે કબૂલે છે.દુકાને કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી. 50 રેશન કાર્ડ ધારકોના નિવેદન લેતા 5 થી 6 કિ.ગ્રામ અનાજ ઓછું આપતાં હોવાનું જણાવેલ તેમજ રૂપિયા વધુ લેતા હોવાનુ જણાવેલ છે.શોપ મેનેજર કે જેઓ ભાજપ સાથે સંકળાયેલ છે તેમના દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેમજ FPS ના સ્થળેથી વધ પડેલ ઘઉંના 16 કટ્ટા તથા ચણા 158 કી.ગ્રામ 3 કટ્ટા, ખાંડ 16 કિ.ગ્રામ વધ આમ કુલ 19 કટ્ટાની વધ મળેલ જથ્થો તેની કિંમત 31316 અંકે રૂપિયા એકત્રીસ હજાર ત્રણસો સોળ પૂરાનો જથ્થો સીઝ કરી ધી જલારામ ગ્રાહક ભંડારના શોપ મેનેજર સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ત્યારે અન્ય આજુ બાજુ ના અનાજનો કાળો કાળોબાર કરનાર માફિયાઓમાં ભય સાથે સન્નાટો જોવા પ્રસરી જવા પામ્યો હતો