સુરેન્દ્રનગર મુળી રોડ પર ગોદાવરી ગામના બોર્ડ પાસે આવેલ પંચરની કેબીને ઉભેલા બે શખ્સોને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રકના ચાલક વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મુળી તાલુકાના ગોદાવરી ગામના બોર્ડ પાસે આવેલી પંચરની કેબીને ગોદાવરી ગામના જ ભયલાલભાઇ ઘનશ્યામભાઇ અગોલા અને જયેશભાઇ બાબુભાઇ જાદવ ઉભા હતા. તે દરમિયાન મુળી તરફથી પૂરઝડપે આવતા એક ટ્રકના ચાલકે કેબીને ઉભેલા બન્ને શખ્સોને અડફેટે લીધા હતા.જેમાં જયેશભાઇ બાઇક પર બેઠા હોય ટ્રક જયેશભાઇ તેમજ બાઇકને કચડીને નજીકમાં આવેલી બોરડી સાથે ભટકાયો હતો અને બોરડી નીચે પડતા કેબીનભાંગી જતાં ભયલાલભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ ટ્રક વાડીમાં પલ્ટી ખાઇ ગયો હતો. આ ઘટનામાં જયેશભાઇને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. જ્યારે ભયલાલભાઇને ઇજાઓ પહોંચી હતી. આથી ભયલાલભાઇએ ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHAVNAGAR : જૂની પેન્શન યોજનાને લઇને સરકારી કર્મચારીઓએ કલેકટરને આવેદન પત્ર
BHAVNAGAR : જૂની પેન્શન યોજનાને લઇને સરકારી કર્મચારીઓએ કલેકટરને આવેદન પત્ર
અમદાવાદ માહિલ પોલીસ રાત્રે ખાનગી કપડામાં નવરાત્રિના કલરફૂલ ડ્રેસમાં રસ્તા પર ફરજ બજાવશે.
અમદાવાદ માહિલ પોલીસ રાત્રે ખાનગી કપડામાં નવરાત્રિના કલરફૂલ ડ્રેસમાં રસ્તા પર ફરજ બજાવશે.
गोवंडी मानखुर्द आंबेडकर नगर क्र.2 मलिक प्रभाकर अण्णा क्लब येथे जुगार अड्ड्यावर धाड
गोवंडी मानखुर्द आंबेडकर नगर क्र.2 मलिक प्रभाकर अण्णा क्लब येथे जुगार अड्ड्यावर धाड
CM शिवराज ने ओलावृष्टि से प्रभावित जिलों के किसानों के खाते में डाले लगभग 160 करोड़ रुपए
CM शिवराज ने ओलावृष्टि से प्रभावित जिलों के किसानों के खाते में डाले लगभग 160 करोड़ रुपए...
શિનોર ગણપતિ મંદિરે શ્રીજીને બે કરોડના ઘરેણાં પહેરાવવામાં આવ્યાં
શિનોર ગણપતિ મંદિરે શ્રીજીને બે કરોડના ઘરેણાં પહેરાવવામાં આવ્યાં