જાફરાબાદ તાલુકાનાં રોહીસા , એક જ ગામેથી બે બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ . શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓનાં માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન / સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંધાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઇન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ. ઓ.જી. તથા એસ ઓ જી ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસ્ટલ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , રોહીસા ગામે મફત પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેષભાઇ કનુભાઇ રાજ્યગુરૂ રહે.રોહીસા પોતાન રહેણાંક મકાનમાં તથા જયેશભાઇ પોપટભાઇ કલસરીયા " શિવ કલીનિક " નામનું ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , જાફરાબાદ તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો - ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) હિતેષભાઇ કનુભાઇ રાજ્યગુરૂ , ઉ.વ .૫૦ , ધંધો - ડોકટર રહે . રોહીસા , મફત પ્લોટ વિસ્તાર , તા.જાફરાબા,દ જી.અમરેલી, ( ૨ ) જયેશભાઇ પોપટભાઇ કલસરીયા , ઉ.વ .૨૪ , ધંધો - ડોકટર રહે . ટીંબી , ગાયત્રી સોસાયટી , તા.જાફરાબાદ, જી.અમરેલી, કબ્જે કરેલ મુદ્દામાલ - મજકુર પકડાયેલ ઈસમ ( ૧ ) હિતેષભાઇ કનુભાઇ રાજ્યગુરૂ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -૧૪૭ કુલ કિ.રૂા .૧,૨૩,૧૨૪.૨૫ / - ના મુદ્દામાલ સાથે તથા ( ૨ ) જયેશભાઇ પોપટભાઇ કલસરીયા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નગ -૯૯ કુલ કિ.રૂા .૧,૨૦,૨૬૧.૮૫ / - મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે . અને બન્ને ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . 1/1 આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ. ઓ. જી . તથા એસ ઓ જી.ટીમ દ્વારા બે બોગસ ડોક્ટરોને એલોપેથીક દવાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી