સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ

આગામી તા.10 અને 11 તારીખે પ્રવાસી કાર્યકર્તા 24 કલાક ગામમાં રહેશે

હિંમતનગર :

સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગર શહેરના કચ્છી સમાજ વાડી ખાતે આજરોજ ગામ ચલો અભિયાનના પ્રદેશના સહ કન્વીનર શૈલેષભાઈ પટેલ, લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યકુંવરબા પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાની કાર્યશાળા યોજાઇ હતી. આ પ્રસંગે પ્રદેશના ગામ ચલો અભિયાનના સહ કન્વીનર શૈલેષભાઈ પટેલે જણાવેલ કે દેશમાં એક લાખ કાર્યકર્તા અભિયાનમાં કાર્ય કરી રહ્યા છે આગામી ૧૦ અને ૧૧મી ફેબ્રુઆરી એમ બે દિવસ પ્રવાસી કાર્યકર્તા ગામડામાં જશે અને 24 કલાક રોકાશે. આનો ઉદ્દેશ વિશે જણાવેલ કે આ સમય દરમિયાન ગામના તમામ અલગ અલગ સમાજના લોકોને મળવું, તેમની સાથે બેઠક કરવી, લાભાર્થીઓને મળવું, તેમના પરિવારને પણ મળવું, તેમનો અભિપ્રાય લેવો જેનાથી 2024 ની ચૂંટણી માટે જન સમર્થન મેળવવો, જ્યાં 51 ટકાથી વધારે મત મળતા હોય ત્યાં ૧૦ થી ૨૦ ટકા વધારે મત મેળવવા તેઓ પ્રયત્ન કરવો, તે પછી સમીક્ષા બેઠક કરવી, શૈલેષભાઈ એ વધુમાં જણાવેલ કે બુથ શક્તિ કેન્દ્રમાં પણ પ્રવાસી કાર્યકર્તાઓની નિમણૂક કરવાની છે, પાલિકા વિસ્તારમાં પણ મંડલ દીઠ કાર્યશાળા કરવી, પ્રવાસમાં શું કરવું, પ્રચાર કેવી રીતે કરવો, સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કરવો, તે વિશે પણ માર્ગદર્શન આપેલ. જિલ્લા પંચાયત સીટમાં પણ કાર્ય શાળા કરવાની છે તેમ જણાવેલ, લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા એ જણાવેલ કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પ્રવાસી કાર્યકર્તા તરીકે એક દિવસ માટે જવાના છે તેથી જિલ્લાના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ફરજિયાત આ કાર્યક્રમમાં જોડાય, તેમણે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપેલ. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ આગામી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી, જિલ્લા મહામંત્રી અને ગામ ચલો અભિયાન કાર્યક્રમના જિલ્લાના ઇન્ચાર્જ લોકેશભાઈ સોલંકી કાર્યક્રમનું સંચાલન કરેલ, કાર્યક્રમમાં મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો, પ્રવાસી કાર્યકર્તા આગામી ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના અંતમાં આવનાર મન કી બાત ના કાર્યક્રમમાં ચલો ગામ અભિયાન અંતર્ગત જે ગામમાં ગયા હતા તે ગામમાં મન કી બાત ના કાર્યક્રમમાં જાય તેવો પક્ષે સૂચન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.