પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી નજીક આવેલ એપીએમસી ખાતે કેડીસીસી દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું." સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર " અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિરમાં કેડીસીસીના ચેરમેન તેજસભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હેમંતભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ (બાદલભાઈ )પટેલ, મહેન્દ્રસિંહ પરમાર, રમણભાઈ પટેલ સાથે આમંત્રિત મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના " મન કી બાત" કાર્યક્રમને બધાએ નિહાળ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી, મોમેન્ટો, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કેડીસીસી બેંક દ્વારા વોટ્સઅપ,ક્યુઆર કોડ સહિત વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેનો લાભ લેવા લોકોને જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનો ગ્રામ્ય વિસ્તારમાં લાભ લઇ લોકોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.