દિયોદર પે.કેન્દ્ર શાળા નં 2 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ પૂર્વ વિદ્યાર્થીની પાયલબેન સવજીભાઈ માળી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળા ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે દ્વારા રાષ્ટ્રીયપર્વ વિશે પ્રવચન રજૂ કર્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શાળા ના આચાર્ય ભદ્રસિંહ. એ. રાઠોડ તેમજ જામાભાઈ પટેલ (બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક એવોર્ડ ટીચર) તેમજ કનુભાઈ જોશી શૈક્ષિક મહાસંઘ, મહામંત્રી જગદીશભાઈ મોચી, પ્રવીણભાઈ ગેલોત, અજયભાઈ ગજ્જર, કામિનીબેન મકવાણા, સંજયભાઈ દરજી સહિત શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો.વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય ખૂબ ઉત્સાહ અને નીપુણતાથી બતાવવામાં આવ્યું હતું જે વાલીઓ જોઈ ખૂબ ખુશ થઈ ગયા હતા અને આનંદની લાગણી અનુભવી હતી. તેમજ શાળાને ધન્યવાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ દેસાઈ કર્યું હતું. કાર્યક્રમ ની આભાર વિધિ જામાભાઈ પટેલે કરી હતી