અમરેલી તાલુકાના પ્રતાપપરા ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ સહિત કુલ કિં.રૂ.૧૮,૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી,તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.આજરોજ તા.૦૭/૦૮/ ૨૦૨૨ ના શરૂ રાત્રિના નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે,અમરેલી તાલુકાના પ્રતાપરા ગામે ભીખાભાઇ રામભાઇ માટીયાના રહેણાંક મકાન સામે જાહેર બજારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે,તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ નવ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે. જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ (૧) મેહુલભાઇ કાનાભાઇ મેવાડા,ઉ.વ.૨૩, રહે.પ્રતાપપરા,તા.જિ.અમરેલી,(૨) રમેશભાઇ બાલાભાઇ જોગસવા,ઉં.વ.૩૦.રહે.અમરેલી, ભરવાડપરા,તા.જિ.અમરેલી, (૩) યોગેશભાઇ કાંતીભાઇ કુંવરીયા,ઉ.વ.૩૨, રહે.પ્રતાપપરા,તા.જિ.અમરેલી,(૪) લાલજીભાઇ હમીરભાઇ પરમાર,ઉં.વ.૩૬,રહે.પ્રતાપપરા, તા.જિ.અમરેલી,(૫) હરેશભાઇ વિભાભાઇ મેવાડા,ઉ.વ.રર,રહે. પ્રતાપપરા,તા.જિ.અમરેલી.(૬) ગભાભાઇ બાલાભાઇ સાસડા,ઉ.વ.૩૨, રહે.પ્રતાપપરા,તા.જિ.અમરેલી,(૭) દેવાભાઇ ઘોહાભાઇ મેવાડા,ઉ.વ.૨૮, રહે.પ્રતાપપરા,તા.જિ.અમરેલી,(૮) ભુરાભાઇ કનુભાઇ મકવાણા,ઉં.વ.૨૯, રહે.પ્રતાપપરા,તા.જિ.અમરેલી,(૯) ભુપતભાઇ જાહાભાઇ મેવાડા,ઉં.વ.૩૧, રહે.પ્રતાપપરા,તા.જિ.અમરેલી, પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ.૧૮,૮૫૦/-તથા ગંજીપત્તાના પાના નંગ-પર,કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૮,૮૫૦-નો મુદ્દામાલ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#surat | જમીન બાબતે પિતરાઈ કુટુંબીઓ વચ્ચે ધીંગાણું | Divyang News
#surat | જમીન બાબતે પિતરાઈ કુટુંબીઓ વચ્ચે ધીંગાણું | Divyang News
ডিচেম্বৰত মুখ্যমন্ত্ৰী হিমন্তবিশ্ব শৰ্মাৰ গোলাঘাট
ডিচেম্বৰত মুখ্যমন্ত্ৰী হিমন্তবিশ্ব শৰ্মাৰ গোলাঘাট
राजस्थान में अगले 2-3 दिन मूसलाधार बारिश! इन जिलों के लिए मौसम विभाग ने जारी किया अलर्ट
राजस्थान में बीतें शनिवार 21 जुलाई को कई स्थानों पर हल्की बारिश दर्ज की कई. वहीं, अगले 3-4 दिन...
બ્રેકિંગ મહુવાની નદીમાં એક યુવક ડૂબીઓ
બ્રેકિંગ મહુવાની નદીમાં એક યુવક ડૂબીઓ
কোকৰাঝাৰত ৰেলৱে বিভাগে কৰা উচ্ছেদকলৈ প্ৰতিক্ৰিয়া
https://youtu.be/cWVnxrAfhco
কোকৰাঝাৰ চেপ্তেম্বৰ ১২: কোকৰাঝাৰ চহৰৰ শান্তি নগৰ আৰু...