પેટલાદ તાલુકાના શેખડી ગામે પ્રાથમિક શાળામાં  પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોગેન્દ્રભાઈ પુનમભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં શાળાના અગ્રણી મનહરભાઈ પટેલ દ્વારા 11,000નું દાન આપવામાં આવ્યું હતું. નિલેશભાઈ પટેલ તરફથી 2500 રૂપિયા, ઇલાબેન પરમાર તરફથી રૂ.2,000, ડિમ્પલ ભાઈ તરફથી કાર્યક્રમમાં ભાગ લેના બાળકોને 800 રૂપિયા આપવામાં આવ્યા હતા. ચિંતનભાઈ અને મિહિરભાઈ તરફથી દર વર્ષે પહેલા ધોરણના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવે છે. પિયત મંડળી તરફથી બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ઇલાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના આચાર્ય મેથ્યુસભાઈ દ્વારા કરવામાં આવી હતી અને આગેવાનો અને ઉપસ્થિત તમામનો નો આભાર માનવામાં આવ્યો હતો.