ડીસાના જૂનાડીસા ગામેથી ખેતરમાં જુગાર રમતી ટોળકી પકડાઇ ગઇ છે. પોલીસે એક બાઈક અને રોકડ સહિત 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પાંચ શખ્સોની અટકાયત કરી છે અને ત્રણ શખ્સો ફરાર થઈ જતા કુલ આઠ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકા પોલીસ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે જૂનાડીસા ગામ પાસે આવેલ એક ખેતરમાં ઘઉંના વાવેતર પાસે કેટલા શખ્સો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ખાનગી રહે તપાસ શરૂ કરી હતી અને જૂનાડીસા ગામે આવેલ ફિરદોશ કુરેશી નામના ખેડૂતને ત્યાં પહોંચી તેના ખેતરમાં તપાસ કરતાં ઘઉના વાવેતર પાસે ખુલ્લામાં કેટલાંક શખ્સો કુંડાળું કરીને પૈસાથી જુગાર રમતા હોવાનું દેખાયું હતું. જેથી પોલીસની ટીમે રેડ કરતા ત્યાંથી કેટલાક લોકો ઘઉંના ખેતરમાંથી નાસી ગયા હતા. જ્યારે પાંચ શખ્સો પકડાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી જુગારના પત્તા, એક બાઈક અને રોકડ સહિત કુલ 45 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ખેતર માલિક ફિરદોષ ઉસ્માન શેખ, અલાઉદ્દીન અનવરખાન સમેજા, બરકતઉલ્લા યાસિનખાન ઘાસુરા, બાસ્કુજી વદનજી પરમાર અને દલપત નાથાભાઈ પુનડિયા સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે સમીરઉલ્લા યાહિયામિયા ચાવડા, મનોજ વાસીભાઈ પ્રજાપતિ અને મહમદપરવેઝખાન સતારખાન ઘોરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે કુલ આઠ આરોપીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.