હવે 'બાલક રામ' નામથી ઓળખાશે રામ મંદિરના રામલલા

ભવ્ય રામ મંદિરમાં જે મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે તેને 'બાલક રામ'ના નામથી ઓળખવામાં આવશે કારણ કે, તેમાં ભગવાન રામના પાંચ વર્ષના લાડલા રૂપને દર્શાવવામાં આવ્યું છે. આ વાતની જાણકારી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે જોડાયેલા પૂજારી અરૂણ દીક્ષિતે આપી છે.