ડીસાના વિઠોદર પાસે પીકઅપ જીપડાલુ પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં શાકભાજી અને ફ્રૂટ રોડ પર વેર વિખેર થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના વિઠોદર હાઇવે પર રાત્રે અકસ્માત થયો હોવાની ઘટના બની છે. એક પીકઅપ જીપડાલુ શાકભાજી અને ફ્રૂટ ભરીને પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શાકભાજી અને ફ્રૂટ રોડ પર વેર-વિખેર થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પણ પહોંચી હતી.
આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. આ બનાવની જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાકભાજી ભરીને અનેક વાહનો ડીસાથી આજુબાજુના ગામડાઓ અને છેક રાજસ્થાન સુધી પહોંચે છે. ત્યારે વેપારી કે માર્કેટયાર્ડમાં તાત્કાલિક પહોંચવાની લ્હાયમાં ઘણી વખત વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે. તેના કારણે આવા નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે રાત્રિના સમયે શાકભાજી ભરીને પસાર થતા વાહનચાલકો સ્પીડ લિમિટમાં વાહનો ચલાવે તો અકસ્માતોની ઘટના અટકી શકે તેમ છે.