કાલોલ તાલુકાના બોરૂ અને બાકરોલ નજીક થી મોડી રાત્રે રેતી ખનન કરી ચોક્કસ જગ્યાએ રેતી ના ઢગલા કરી સવાર થી સાંજ સુધીમાં ટ્રેકટરો મારફતે ભરી ને તંત્ર ની આંખ માં ધુળ નાખવાનો વ્યવસ્થિત કાર્યક્રમ ઘણા સમયથી કાલોલ ખાતે ચાલી રહ્યો હતો મિડીયા દ્વારા સમયાંતરે આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરેલ ત્યારે શનીવારે રાત્રે જીલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલ તાલુકાના બાકરોલ નજીક ઓચિંતી તપાસ કરતા હિટાચી મશીન રેતી ખનન કરતુ ઝડપાઈ જવા પામેલ છે જેની રૂ ૫૦ લાખ ની કીમત ગણી કલેકટર કચેરી ખાતે મુકાવી સીઝ કરી આગળની કાર્યવાહી અને ખનન વાળી જગ્યાની માપણી કરાવવા અને દંડનીય કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.
ખાણ ખનીજ વિભાગે કાલોલ ના બાકરોલ નજીક થી રેતી ખનન કરતુ હિટાચી મશીન ઝડપી ૫૦ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો
