શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તેમજ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ અને ધી એમ જી એસ હાઈસ્કુલ કાલોલ ના વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફ અને મંડળના સભ્યોની ઉપસથિતિમાં વડોદરા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આત્માને શાંતિ મળે તે માટે મૌન પાળી મૃતકોના પરિવારને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.