ડીસા શહેરના મુખ્ય બજારમાં છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક સમસ્યાના લીધે નાના વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે વર્ષો જૂની આ ટ્રાફિક સમસ્યાને નગરપાલિકા કે પોલીસ તંત્ર આજ દિન સુધી હલ કરી શક્યું નથી વર્ષમાં અનેક વાર નગરપાલિકા અને પોલીસ દ્વારા રોડ ઉપર આડેધડ ઉભા રહેતા લારીચાલકોને દૂર કરવામાં આવે છે પરંતુ ગણતરીના કલાકો બાદ ફરીથી તેઓ હતા તે સ્થળ ઉપર જ ઉભા રહી જાય છે ત્યારે આ ટ્રાફિક સમસ્યા હાલ કરવા માટે આ તમામ લારીચાલકોને ખાડિયા વિસ્તારમાં વૈકલ્પિક કરી આપવામાં આવે તો આ સમસ્યા હલ થાય તેમ છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો શહેરની મુખ્ય બજાર ગણાતા એવા ગાંધીજીની પ્રતિમાથી લઈ લેખરાજ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર સવારથી લઈને મોડી સાંજ સુધી શાકભાજી સહિત અન્ય લારીચાલકો અને પેસેન્જર રીક્ષા ચાલકો રોડ ઉપર જ આડેધર ઊભા રહી જાય છે જેના લીધે આ માર્ગ ઉપરથી નાના વાહન ચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને પણ પસાર થવામાં ખૂબ જ તકલીફ બેઠવી પડે છે ત્યારે આ સમસ્યા હલ કરવા માટે આ તમામ લારી ધારકોને ખાડીયા વિસ્તારમાં અને ખાડિયાની પાસે પડેલા ખુલ્લા પ્લોટ માં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યા હલ થાય તેમ છે ત્યારે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં રસ દાખવશે કે પછી શહેરીજનો જે વર્ષોથી તકલીફ ભોગવી રહ્યા છે તે ભોગવતા જ રહેશે
બોક્સ
આ ટ્રાફિક સમસ્યાલ કરવા મેં તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી
આ અંગે ડીસાના જાગૃત નાગરિક અને એડવોકેટ સુભાષભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શહેરના ગાંધીજીની પ્રતિમાથી લઈ લેખરાજ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર લારીધારકો અને રીક્ષા ચાલકો આડેધડ ઉભા રહી જાય છે જેના લીધે ટ્રાફિક સમસ્યા સર્જાય છે આ સમસ્યા હલ કરવા માટે જો તંત્ર દ્વારા આ તમામને ખાડિયા વિસ્તારમાં અને તેની પાસે રહેલ પ્લોટ માં જગ્યા આપવામાં આવે તો આ સમસ્યા હલ થાય તેમ છે આ અંગે મેં અગાઉ તંત્રને લેખિતમાં પણ રજૂઆત કરી છે પરંતુ તંત્રએ રજૂઆત આજ દિન સુધી સાંભળી નથી
બોક્સ
દિવસે કોઈની અંતિમયાત્રા પસાર થાય તો પણ તેમને તકલીફ પડે છે
ડીસાનું મુખ્ય સમસાન વાડી રોડ પાસે આવેલું છે ત્યારે ગાંધીજીની પ્રતિમાથી લઈ લેખરાજ ચાર રસ્તા સુધી શાકભાજીની લારીઓ વાળા અને રીક્ષા ચાલકો આડેધડ રોડ ઉપર ઉભા રહી જતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે કેટલીક વાર તો આ માર્ગ ઉપર થી અંતિમયાત્રા પસાર થાય ત્યારે તેને પણ આ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે તે ખરેખર તંત્ર માટે શરમજનક બાબત કહેવાય
બોક્સ
શાકભાજીની લારીઓ ના લીધે ગાયોનો પણ ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે
આ અંગે ડીસા નગરપાલિકાના સદસ્ય અને કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પથ્થર વાલા એ જણાવ્યું હતું કે ગાંધીજીની પ્રતિમાથી લઈ લેખરાજ ચાર રસ્તા સુધી શાકભાજીની લારીઓ વાળા આડેધડ ઉભા રહી જાય છે જેના લીધે ટ્રાફિકજામ થાય છે અને ગાયોનો ત્રાસ પણ ખૂબ જ વધી રહ્યો છે કેટલીક વાર તો એમ્બ્યુલન્સ પણ આ રોડ ઉપરથી નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ તમામ લારી ધારકોને ખાડિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો આ સમસ્યા હલ થાય તેમ છે