ઉતરાયણ પર્વ લોકો માટે ખુશીઓનો પર્વ હોય છે પરંતુ આ પર્વ આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતનો પર્વ માનવામાં આવે છે ઉતરાયણ પર્વમાં ઘાતક દોરીના લીધે અનેક પક્ષીઓ મોતને ભેટે છે તો કેટલાક પક્ષીઓ ઘાયલ પણ થાય છે ત્યારે ડીસા ના એક જીવદયા પ્રેમીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ઘુચાળા વાળી દોરી એકત્ર કરી તેનો નાશ કર્યો છે જેથી કરીને આ દોરીમાં પક્ષીઓ ન ફસાય અને મૃત્યુ ન પામે તે માટે અનોખો પ્રયાસ કર્યો છે
ડીસા શહેરના રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક રહેતા અનિલભાઈ એસ વિરવાણી છેલ્લા બે વર્ષથી જીવ દયા નું અનોખું કાર્ય કરી રહ્યા છે ઉતરાણ પર્વ નિમિત્તે દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર આપવાની સાથે ઉતરાયણ પર્વ બાદ ઠેર ઠેર પડેલા દોરીના ગુચાડામાં પણ અનેક પક્ષીઓ ફસાઈને ઘાયલ થતા હોય છે અથવા તો મોત ને પણ ભેટતા હોય છે ત્યારે અનિલભાઈ છેલ્લા બે દિવસથી શહેરના ચંદ્રલોક રોડ શુભમ પાર્ટી પ્લોટ શ્યામ બંગ્લોઝ સાર્થક બંગ્લોઝ સહિત પાટણ હાઈવે જેવા વિસ્તારોમાં ફરી દોરીના ગુંચાળા એકત્ર કરી ત્રણ કિલોથી વધુ દોરી નો જથ્થો નાશ કર્યો છે અનિલભાઈના અનોખા જીવદયા ના કાર્યને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે