કાલોલ તાલુકાના ગોળીબાર ગામની અનીતાબેન વિક્રમભાઈ નાયક દ્વારા કાલોલ ના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા સીઆરપીસી કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા હાલોલ તાલુકાના રામેશરા ગામના પિયુષભાઈ પ્રવીણભાઈ નાયક સામે અરજી દાખલ કરી હતી જે અરજી મા પતી પિયુષભાઈ સામે શારીરિક માનસીક ત્રાસ આપી બીજી પત્ની લાવવા દારૂ પી ને મારઝૂડ કરતા તેમજ દહેજ ની માંગ કરી ઘરમાંથી કાઢી મુકી હોવાની રજુઆત કરી હતી પોતાની અરજીમા પતિની ખેતી વિગેરે ની વાર્ષીક આવક ૧૯ લાખ રૂપિયા ની હોવાની અને કંપની મા નોકરી કરી માસીક રૂ ૧૦,૦૦૦/ કમાતા હોવાનુ જણાવેલ અને માસીક રૂ ૫,૦૦૦/ ના ભરણપોષણ ની માંગ કરી હતી જે અરજી મા પિયુષભાઈ પ્રવીણભાઈ નાયક તરફે એડવોકેટ મનોજ બી વણકર દ્વારા અરજદાર મહીલા ની ઉલટ તપાસ કરતા એ વાતનો સ્વીકાર કરેલ કે સામાવાળા તેઓના પતી તેણી ને તેડવા આવેલ પણ તેણી ગયેલ નહોતી વધુમાં એ પણ સ્વીકારેલ કે પતી સાથે રહેવુ ન હોય ગયેલ નહોતી તથા હાલ માતપિતા સાથે રહી મજુરી કામ કરી પોતાનુ ભરણપોષણ કરે છે અને પોતાને ભરણપોષણ નહિ પરંતુ છુટાછેડા જોઈએ છે તમામ વિગતોને આધારે કાલોલ ના એડિશનલ જ્યુ મેજિસ્ટ્રેટ આર જી યાદવે પોતાના ચુકાદા મા સ્પષ્ટ કરેલ કે અરજદારે ભરણપોષણ માટે નહિ પરંતુ છુટા છેડા માટે અરજી કરી કાયદા નો દુરુપયોગ કરેલ છે તમામ વિગતો ને ધ્યાને લઈ અરજદારની અરજી નામંજૂર કરી છે.