સુરેન્દ્રનગર એસએમસીએ સપાટો બોલાવીને સાયલામાંથી મસમોટુ જુગારઘામ ઝડપી પાડ્યું હતું. જેમાં સાયલાના નવાણીયા રોડ ઉપર ઘણા સમયથી જુગાર ચાલી રહ્યો હતો. આ દરોડામાં 11 જુગારીઓ ઝડપાયા અને 7 જુગારીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.સુરેન્દ્રનગર એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.સંખલા સહીતની ટીમે આ જુગારધામના દરોડામાં પોલીસે થાર કાર, કીયા કાર સહીત જુગારીઓ જિલ્લાભરમાંથી જુગાર ખેલવા આવેલા જુગારીઓને ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જીતુ પરમાર નામનો મુખ્ય આરોપી નાસી ગયો હતો.આ જુગારધામના દરોડામાં સુરેન્દ્રનગર પોલીસ બેડામાં નામોશી લાગી હતી. અને સ્ટેટ મોનિન્ટરિંગ સેલ ગાંધીનગરે રેડ કરતા પોલીસ બેડામાં પણ દોડઘામ મચી જવા પામી હતી. આ જુગાર અંગેના દરોડામાં મોડી રાત સુધી પોલીસની કામગીરી ચાલુ રહી હતી. આ ઘટનામાં પોલીસે રોકડા રૂ. 4,40,000, મોબાઈલ નંગ- 13 કિંમત રૂ. 71,000 અને એક થાર કાર, એક કીયા સેલ્ટોસ કાર અને એક મોટરસાયકલ કિંમત રૂ. 11,20,000 મળી કુલ રૂ. 16,31,000નો મુદામાલ ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓ 1) મનસુખભાઇ રણછોડભાઈ પરમાર- સુરેન્દ્રનગર.2) રમઝાન ઈબ્રાહીમભાઈ કારવા- સાયલા.3) વિપુલ મોતીભાઈ ઝાલા- મૂળી.4) હસુભાઈ અમરસંગ સોલંકી- બલદાના.5) અરવિંદ બચુભાઈ માધવી- લીંબડી.6) અલ્તાફ બસીરભાઈ ખીયાની- રાજકોટ.7) બસીર હસનભાઈ ખીયાની- રાજકોટ.8) રેહમાન ગુલામ રસુલ સામતાની- ધ્રાંગધ્રા.9) હુસેન સીદીકભાઇ કાજરીયા- સુરેન્દ્રનગર.10) મીતુલ ઈશ્વરભાઈ મકવાણા- સુરેન્દ્રનગર.11) જેઠાભાઇ ગણેશભાઈ કણજારીયા- વઢવાણ- સુરેન્દ્રનગર.નાસી છૂટેલા આરોપીઓ 1) જીતુભાઇ નટવરભાઈ પરમાર- સાયલા ( સુરેન્દ્રનગર ).2) પ્રદીપ નટવરભાઈ પરમાર- સુરેન્દ્રનગર.3) હિંમત દલપતભાઈ ડાભી- લીંબડી- સુરેન્દ્રનગર.4) સલીમ ઉર્ફે ટકો સુલેમાનભાઈ- સુરેન્દ્રનગર.5) હાજીભાઇ- વઢવાણ ( સુરેન્દ્રનગર ).6) રણછોડભાઈ નાગજીભાઈ પરમાર- કુંભારપુરા ( સુરેન્દ્રનગર ).7) અન્ય એક શખ્સ