ખાંભા તાલુકાના વાકિયા ચામુંડા સનાતન આશ્રમ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાઈ
ખાંભા પશુ ચિકિત્સાલયના ડોક્ટરોની ટીમ દ્વારા પશુપાલનની યોગ્ય માહિતી આપવા હેતુસર પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૂધાળા પશુઓનું કેવી રીતે પાલન કરવું અને કેવી રીતે દૂધ વધે તેની માહિતી આપવામાં આવી હતી. તથા પશુઓમાં થતાં વિવિધ રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં નફાકારક પશુપાલન તેમજ પશુપાલન થકી આર્થિક રીતે સદ્ધર બનવા માટે અલગ અલગ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું જેમાં કૃત્રિમ બીજદાન દ્વારા ઓલાદ સુધારણા, પશુ ખરીદી, સરકારની વિવિધ યોજનાઓ, પશુ આહાર માવજત સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
મોટી સંખ્યામાં પશુપાલકો-ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે માર્ગદર્શન મેળવ્યું.
આ કાર્યક્રમમાં જે.વી.કાકડીયા ધારાસભ્ય શ્રી ધારી બગસરા ખાંભા,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નરેન્દ્રભાઈ ફિડો ળીયા,અરવિંદભાઈ ચાવડા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી હમીરભાઇ ખાટરીયા,કારોબારી ચેરમેન મુકેશભાઈ માંગરોળીયા,ભાડ સરપંચ શ્રી રસિકભાઈ ભંડેરી,તેમજ બાવભાઈ ભમ્મર,વેટરનરી ઓફિસર સાવલિયા સાહેબ ધારી, વેટરનરી ઓફિસર માલવિયા સાહેબ બગસરા ,વેટરનરી ઓફિસર પડિયા સાહેબ લીલીયા , ખાંભા વેટરનરી ઓફિસર પલસાનીયા સાહેબ એલ .આઈ. વઘાસિયા સાહેબ ખાંભા તેમજ ખાંભા પશુ ચિકિત્સાલયના તમામ સ્ટાફ ટીમ તેમજ અલગ અલગ ગામોમાંથી પશુપાલન કરતા ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.