કલોલ પોલીસ મથકે શીતલકુમાર કેશવભાઈ પટેલ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા કાલોલ હાઉસિંગ સોસાયટી ખાતે પોતાના ઘરના આંગણામાં પાસે તેઓએ પોતાની મારુતિ ઇકો ગાડી પાર્ક ગત તા .૦૬/૦૧/૨૦૨૪ ની રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે તેઓએ લોક કરીને ઇકો ગાડી મૂકી હતી બીજા દિવસે સવારે પાંચેક વાગ્યે ઘરના આંગણા પાસે મારુતિ ઇકો ગાડી જોવા મળેલ ન હતી જેથી તેઓએ આસપાસ તેમજ બજારમાં તપાસ કરી હતી જ્યાં મારુતિ ઇકો ગાડી ક્યાંય જોવા મળેલ નહીં જેથી તેઓએ કાલોલ પોલીસ મથકે જાણ કરતા તારીખ ૦૬/૦૧ ના રાત્રીના ૧૧:૩૦ કલાક થી ૦૭/૦૧ ના સવારના ૫ કલાક દરમ્યાન મારુતી ઈકો ગાડી જીજે-૧૭-સીએ-૪૨૧૧ જેની કિંમત રૂ ૩,૫૦,૦૦૦/નુ લોક તોડી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ નોધી કાલોલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.