અમરેલી નજીક પેસેન્જર ભરવા અંગે થયેલી માથાકૂટમાં જીવલેણ હુમલો થતા ઘટનાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. ૭ વર્ષ પહેલા વર્ષ ર૦૧પમાં આ ઘટના બનવા પામી હતી. જેમાં મેજીક વાહન રોકાવી હોકી, તલવાર તથા ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે અફરોજ કુરેશી, સલમાન કુરેશી, શાહરૂખ કુરેશી તથા અનવર કુરેશી સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ કેસ અમરેલીના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ આર.ટી. વચ્છાણીએ અફરોજ કુરેશી, સલમાન કુરેશી, શાહરૂખ કુરેશી તથા અનવર કુરેશીને કલમ ૩ર૬, ૧૧૪માં ૭ વર્ષની સખત કેદ તથા રૂ. ૭ હજારનો દંડ, અન્ય કલમોમાં ૧ માસની સાદી કેદ તથા રૂ. પ૦૦-પ૦૦ ના દંડનો હુકમ કર્યો હતો.