પાવીજેતપુરમાં ચાઈનીઝ દોરી વેચતો એક ઈસમ ઝડપાયો
પાવીજેતપુરની ખોડીયાર પતંગ સ્ટોર નામની દુકાનમાંથી ચાઈનીઝ દોરી વેચતો એક ઈસમ એસ ઓ જી એ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડી ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય છતાં પણ પાવીજેતપુર તીન બત્તી પાસે આવેલ ખોડીયાર પતંગ સ્ટોર નામની દુકાનમાંથી ચાઈનીઝ દોરી વેચાતી પકડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એસ.ઓ.જી છોટાઉદેપુર દ્વારા ડમી ( નકલી ) ગ્રાહક ખોડીયાર પતંગ સ્ટોર નામની દુકાન ઉપર મોકલવામાં આવ્યો હોય જે ડમી ગ્રાહકને ચાઈનીઝ દોરી ૪૫૦ માં વેચાતી આપતા ખોડીયાર પતંગ સ્ટોર ના માલીક રાહુલકુમાર મહેશભાઈ રાણાને ચાઈનીઝ દોરી રંગે હાથ પકડી પાડી પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, પાવીજેતપુર માં આવેલ ખોડીયાર પતંગ સ્ટોર નામની દુકાન માંથી ચાઈનીઝ દોરી વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી વેચાતી હોય જેના અનુસંધાને રાહુલ કુમાર રાણા વિરુદ્ધ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.