ડીસા-ધાનેરા રોડ પર આજે ઓવરટેક કરવા જતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસામાં છેલ્લા 15 દિવસથી અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. જેમાં આજે વધુ એક અકસ્માત ડીસા-ધાનેરા રોડ પર સર્જાયો હતો. કારમાં સવાર ચાર લોકો ડીસાથી ધાનેરા તરફ જઈ રહ્યા હતા અને તેઓ ટેટોડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આગળ જઈ રહેલી ગાડીની ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર સામેથી આવી રહેલી ટ્રકની પાછળના ભાગે ટકરાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી.
ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારનો એક તરફનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અનેક 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ચારેય લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.