પેટલાદ તાલુકાના જેસરવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના રોજ શાળા કક્ષાના રામતોત્સવ કરવામાં આવ્યું હતું.. આ સમયે કોથળાદોડ,ત્રિપગી દોડ, લીંબુ ચમચી, દેડકાદોડ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય અંજનાબેન પરમાર સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.