પેટલાદ તાલુકાના પંડોળી ગામે પાયલ સોલંકી નામની 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ચુકાવતા ચકચાર મચી જવા પામી છે. પાયલ નાર ગામે આવેલ સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. સવારે સ્કૂલમાંથી આવ્યા બાદ કોઈ કારણોસર તેણે ઘરમાં પંખાએ લડકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને લઈ સમગ્ર પંડોળી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.