રાજુલાના છતડીયા ગામના યુવા અગ્રણી વીરભદ્રભાઇ ડાભીયાની તાલુકા ભાજપના મહામંત્રી તરીકે વરણી
રાજુલા તાલુકાના છતડીયા ગામના યુવા અગ્રણી વીરભદ્રભાઇ ડાભીયાની તાલુકા ભાજપના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. વીરભદ્રભાઇ ડાભીયા તેમના કાર્યકાળ દરમિયાન સરપંચ રહીને છતડીયા ગામને મોર્ડન વિલેજ બનાવવા માટે વિકાસરૂપી અનેક કાર્યો કરવામાં આવ્યાં હતાં. આ સાથે ભારતીય જનતા પાર્ટીમાં તેમણે રાજુલા તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે બે વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા શહેર અને તાલુકામા વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજુલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પદે વીરભદ્રભાઇ ડાભીયાની વરણી કરવામાં આવી હતી. આ વરણી થતાં કાઠી સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં..
વીરજી શિયાળ