ગૌરવ: પાલનપુરના 5 મૂકબધિર છાત્રોએ નેશનલ જુનિ.સબજુનિ. ગેમમાં 7 મેડલ મેળવ્યા

પાલનપુર વિદ્યામંદિરની મમતામંદિર મુકબધિર સ્કુલના પાંચ છાત્રોએ ઇન્દોરમાં યોજાયેલી 25 મી નેશનલ સિનિયર અને 8 મી નેશનલ જુનિયર -સબજુનિયર ગેમમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ સહિત 7 મેડલ પ્રાપ્ત કરી મેદાન માર્યુ હતુ. 25 મી નેશનલ સિનિયર અને 8 મી નેશનલ જુનિયર -સબજુનિયર ગેમ્સ એમરલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ ઈન્દોર ખાતે યોજાઇ હતી.જેમાં વિદ્યામંદિર સંસ્થાની મમતામંદિરની મૂકબધિર વિધાલયના પાંચ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.અને નેશનલ કક્ષાએ મમતામંદિર વિધાલયના મૂકબધિર વિધાર્થીઓ ધાસુરા સાનિયાએ ચક્રફેક અને ગોળાફેંક ગોલ્ડ મેડલ, બરછીફેંકમા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. પુરોહિત પિયુષએ ગોળાફેંકમા સિલ્વર મેડલ અને બરછીફેંકમા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.ખેમનીયા સુનિતાએ ગોળાફેકમા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગૃપ્તા સોનલે બરછીફેંકમા બોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 07 મેડલ જીતીને સંસ્થાનુ ગૌરવ વધાર્યુ હતુ. વિધાર્થીનીઓને કોચ ડો.દિપ્તીબેન ભાખરીયા , વંદનાબેન પઢિયાર અને મમતામંદિરના શિક્ષીકા કંચનબેન પંડ્યા દ્વારા માર્ગદર્શન અપાયું હતુ. સ્કૂલના આચાર્ય પ્રહલાદભાઈ પંડ્યા, મદદનીશ નિયામક અતિનભાઈ જોશીઅે પ્રોત્સાહન આપ્યું હતુ.