પાલનપુર કીર્તિસ્તંભથી ગુરૂનાનક ચોકને સાંકળતા માર્ગ ઉપર પાવરહાઉસ સામે એક યુવક બસના ટાયર નીચે આવી જતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.

પાલનપુર કીર્તિસ્તંભથી ગુરૂનાનક ચોકને સાંકળતા માર્ગ ઉપર પાવર હાઉસ સામે પસાર થઇ રહેલી એસ. ટી. બસ પાલનપુર- દાંતીવાડા- ગાંગુવાડા નં. જીજે. 18. ઝેડ. 3739 ના ટાયરમાં અજાણ્યો યુવક આવી ગયો હતો. જેને ગંભીર ઇજા થતાં પાલનપુર 108ની ટીમે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.