બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ખોરડા પાસે ડમ્પરે અડફેટે લેતા કારમાં સવાર જે ચાર લોકોના મોત નીપજ્યા છે તે તમામ વાવના એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની, પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ થાય છે. આ પરિવાર ઊંઝાથી તેમના વતન વાવના ડાભલિયા વાસ જઈ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે પર મરણચીંસો ગુંજી ઊઠી હતી. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર લોકોનાં ટોળા એકઠા થયા હતા. પૂર્વમંત્રી કીર્તિસિંહ વાઘેલા પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
મૃતકોના નામની યાદી
- ભુરાભાઈ લખીરામભાઈ જોષી
- કકીબેન ભુરાભાઈ જોષી
- નિતેશભાઈ ભુરાભાઈ જોષી
- ભગવતીબેન નિતેશભાઈ જોષી