આપણો સંકલ્પ વિકસિત ભારતના સૂત્ર હેઠળ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જન માનસ સુધી ભારત સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી છેવાડાના પ્રત્યેક માનવી સુધી આવી જન કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવવા ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આયોજન કરી પ્રત્યેક માનવીને જાગૃત કરી માહિતી પહોંચાડવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકાના વિસ્તારોમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને કાલોલ શહેર કક્ષાએ પરિભ્રમણ કરાવવા માટે આજરોજ કાલોલ મામલતદાર કચેરી પાસેના ત્રિરંગા સર્કલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતાં કાલોલ કન્યા શાળાની નાની નાની બાળાઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાલોલ મામલતદાર વાય.જે.પુવાર,ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ સહ ઇન્ચાર્જ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા મધ્ય ઝોનના પ્રભારી ડોક્ટર યોગેશકુમાર પડ્યા,કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી નગરપાલિકાના માજી પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો કુમકુમ તિલક કરી સ્થળ પર હાજર વિવિધ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોની વિસ્તૃત જાણકારી આપી હતી.જ્યારે વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો લાઈવ ઈ-કાર્યક્રમ પણ નિહાળવામાં આવ્યો હતો.