ગાંધીનગર ની સગીરા નું ડીસા થી અપહરણ કરનાર યુવક ને ડીસા શહેર ઉત્તર પોલીસે મહેસાણા થી ઝડપી પાડયો..

ગાંધીનગરના પેથાપરની 16 વર્ષીય સગીરા નું ડીસા માંથી અપહરણ કરી જનાર યુવકને સગીરા સાથે પોલીસે પકડી પાડ્યો અને સગીરા ને તેના પરિવારજનો ને સોંપી યુવકની અટકાયત કરી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી..

ગાંધીનગર ના પેથાપુરમાં રહેતી એક 16 વર્ષીય સગીરા તેના પરિવારજ નો સાથે ડીસા આવી હતી, તે સમયે અગાઉથી જ પરિચિત પેથાપુર ગામનો યુવક વિશાલ લાલાભાઈ રાવળ પણ સગીરા ની પાછળ પાછળ ડીસા આવી પહોંચ્યો હતો, બસ સ્ટેન્ડ પાસે સગીરા ને એકલી જોઈ તેને લગ્નની લાલચ આપી યુવક તેનું અપહરણ કરી ગયો હતો, જે અંગેની ફરિયાદ સગીરાના માતાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નોંધાવી હતી, ફરિયાદ નોંધાતા જ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી, હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ ના આધારે તપાસ કરતા આ બંને મહેસાણા તાલુકાના ધાંધણજ ગામે હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસ ની ટીમ ત્યાં પહોંચી હતી અને બંને ને શોધી કાઢ્યા હતા, બંનેને પકડ્યા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવી સગીરા ને તેના પરિવારજનો ને સોંપી હતી જ્યારે આરોપી ની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..