ડીસા શહેર માં આવેલ સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે વર્ષ દરમિયાન અનેક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગતરોજ
સ્વ.રસીકલાલ મણિલાલ પટેલ ની યાદમાં સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ડીસા, પાલનપુર, મહેસાણા, પાટણ વગેરે શહેરોમાંથી 60 બાળકો એ ઉત્સાહથી ભાગ લીધો હતો.પાલનપુર મમતા મંદિરના બે દિવ્યાંગ બાળકો પણ ટુર્નામેન્ટ રમ્યા હતા.ટુર્નામેન્ટ ૩ ભાગમાં રમાડવામાં આવી હતી.જેમા પ્રથમ ભાગમાં પ્રિયજ રાવલ પ્રથમ, ખુશી પટેલ બીજા, દિવ્યાંશ ખત્રી ત્રીજા, ખુશાલી પટેલ ચોથા અને વિહાન ઠક્કર પાંચમો નંબર પ્રાપ્ત કર્યો હતો જ્યારે બીજા વિભાગમાં પહલ પટેલ પ્રથમ,શૌનક પટેલ બીજા,ધ્યાનીશ ચૌધરી ત્રીજા ધૈર્ય ચૌધરી ચોથા અને વેદાંત ઠક્કર પાંચમા સ્થાને રહ્યા હતા. ત્રીજા વિભાગમાં રેયાશ શાહ પ્રથમ, કશ્યપ ભીમાણી બીજા, ભાર્ગવ જોષી ત્રીજા,કુશ પટેલ ચોથા અને પંકજ પુરોહિત પાંચમો નંબર પ્રાપ્ત કર્યો હતો જેમાં.વિજેતા બાળકોને ક્લબના પ્રમુખ સતિષભાઈ વોરા અને જગદીશભાઈ પંડ્યા, સ્નેહલભાઈ જોષી નિકુંજભાઈ પટેલ આકાશ ધૈરાવ જીગ્નેશભાઈ ખત્રી વગેરે એ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા.