*વિકસિત ભારત સંકલ્પ યાત્રા : મેરી કહાની મેરી જુબાની*
પ્રાંતિજના મોયદનાથાજી ગામના મખુસિંહ રાઠોડને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘર મળ્યું
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદનાથાજી ગામના વતની મખુસિંહ ફતેસિંહ રાઠોડને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
મખુસિંહ રાઠોડ જણાવે છે કે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય મળી છે.તેમની સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી સ્થિતિ હતી. ઘરના અન્ય ખર્ચ હોય ત્યારે ગુજરાન ચલાવવુ ખુબ મુશ્કેલ હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે.
વધુમાં તેઓ જણાવે છે કે અમારા જેવા સામાન્ય માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની માહિતી મેળવી અને જરૂરી આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં આપી અરજી કરી જેથી મકાન મંજુર થતા અમારા ખાતામાં કુલ ૧,૨૦,000/-ની મકાન સહાય મળી છે.પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત અમને આ લાભ આપવા બદલ હું અને મારો પરિવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીયે છીએ.