રાજકોટમાં વાહનોમાં કરેલા અનધિકૃત લખાણ સામે પોલીસની ડ્રાઇવ. આ ડ્રાઈવમાં જે વાહનોમાં કોઈ પણ લખાણ લખ્યા હતા તેને હટાવામાં આવ્યા છે. કેટલાક વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની કડક સુચના મુજબ અને પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાહનોમાં નંબર પ્લેટ વગર અને વાહનની નંબર પ્લેટમાં કોઇપણ લખાણ જેવા કે જ્ઞાતિ, ધર્મ અને અન્ય લખાણો વાળા વાહનો વિરુઘ્ધ તથા પોતાના ખાનગી વાહનો પર અનઅધિકૃત રીતે પોલીસ પી. ડો ઇઆર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખાણ કરવામાં આવે છે. તેમજ સરકાર હસ્તકનું વાહન ન હોવા છતા વાહનના આગળ પાછળના ભાગે ગર્વમેન્ટ ઓફ ગુજરાત તેવા વાહનો વિરુઘ્ધ ડ્રાઇવ રાખવામાં આવી હતી. ટ્રાફીક શાખા દ્વારા ૯૧ કેસ કરી રૂ. ૩૮૬૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો છે. પ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. ૩૮ વાહનોમાંથી લખાણો દુર કરવામાં આવ્યું છે. ૧૭ વાહનોને ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા છે.