ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર કરતા વિદ્યાર્થિનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ હજુ સુધી વોર્ડનની બદલી કરી અને મહિલાને ન મુકતા વાલીઓએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ડીસામાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને વોર્ડન જ્યોતિ દરજી ખૂબ જ હેરાન કરતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ચાર દિવસ અગાઉ ભારે વિરોધ દર્શાવ્યો હતો. કંટાળેલી વિદ્યાર્થીનીઓ શાળામાં જ ધરણા પર બેસી જતા જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીનીઓ પાસે અભ્યાસ સિવાય વિવિધ પ્રકારના કામ કરાવે છે.

વોર્ડન તેના પુત્રના જન્મદિવસની ઊજવણી માટે વિદ્યાર્થિનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે, એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હોવાથી વિદ્યાર્થીનીઓ માનસિક ટોર્ચર ત્રાસ અનુભવતી હોવાની ફરિયાદ કરતા જ જિલ્લા શિક્ષણ અધિકારી વી એમ પટેલે તરત જ તેને રજા પર ઉતારી દઇ તેની જગ્યાએ અન્ય મહિલાને વોર્ડન તરીકે મુકવાની બાંહેધરી આપી હતી.