મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં ( વર્ષ:2020-21) ની " સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના "મુજબ સિમેન્ટ કોંક્રીટ રસ્તા તેમજ પેવર બ્લોક નાખવાના કામ ની ગ્રાન્ટ પાસ થતા વોર્ડ નંબર 04 ના ઢાંકણી વાળ વિસ્તારમાં પેવર બ્લોક નાખવા ના કામનું ખાતમુહૂર્ત.......

 

   મહેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર ચાર ના ઢાંકણી વાડ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાના ટેન્ડર ની રકમ રૂ.1,82,726.01 અને ટેન્ડર ફાઇનલ રકમ રૂ.1,73,607.98 વોર્ડ. નં.04 ના ઢાંકણીવાડ વિસ્તારના ઈમરાન ભાઈ મલેક ના ખાંચામાં paver block નાખવાનું કામ " સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના " મુજબ મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં પાસ થઈ ગયેલ હોય અને તેનો વર્ક ઓર્ડર પણ તૈયાર થઈ જતા આજે આ વિસ્તારમાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને વોર્ડ. નં.04 ના મેમ્બર એવા ઈમરાન ભાઈ મલેક, સમીરભાઈ, બસીરભાઈ, જાકીરભાઇ મેમ્બર (મહે. ન. પાલિકા. પૂર્વ મેમ્બર), ફારૂકભાઈ, નાસીર ભાઈ, સાથે નાના મોટા સૌ, મહિલાઓ જેવા અનેક આ વિસ્તારમાં એકત્રિત થઈ નાળિયેર, અગરબત્તી સાથે પૂજા-અર્ચના કરી ખાત મુહર્ત કરવામાં આવ્યુ હતું અને મહેમદાવાદ નગરપાલિકાના કર્મચારીગણ સાથે કોન્ટ્રાક્ટર અને તેમની ટીમ પણ આ આ પ્રસંગે હાજરી આપી હતી.