કુદરતના ખોળે વિહરવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. વિવિધ પહાડોને તથા ઘાટને કુદરતે ઘણી વખત તો એવું અ દ્વત સૌદર્ય આપ્યુ હોય છે કે ફરવાના શોખીન લોકો તો રીતસર ખુશીના દરીયામાં ધુબાકા મારવા માંડે છે. અમુક મનમોહક તથા સ્મરણિય જગ્યાઓ ખરા અર્થમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય છે. આવી જ એક જગ્યા સિહોરના ગૌતમેશ્વર તળાવ તરીકે ઓળખાય છે. શિવનગરી કે સિહોર જ્યાં અનેકો શિવ મંદિર આવેલ છે. શ્રાવણ માસમાં તો દેશના ખુણે ખૂણે થી લોકો અહીં નવનાથના દર્શન કરવા આવે છે ગૌતમેશ્વર તળાવ કે જ્યાં ઘણા વર્ષોથી એમનું એમ હતું તેને શણગાર કરીને સજાવવામાં આવી રહ્યા છે અને દુલ્હનની જેમ શણગાર થઈ રહ્યો છે તળાવની પાળ આસપાસ બેસવા માટેની વ્યવસ્થા, મોટું સર્કલ, ટાવર લાઈટો, સેલ્ફી ઝોન, સીસીટીવી, તેમજ વિશેષમાં જે લોકો તળાવમાં ડૂબી જવાની ઘટના બનતી હતી તે ન બને તે માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે આવતા ૧૫ દિવસના સમયગાળામાં આ તળાવ નવા રૂપરંગો સાથે પર્યટકો અને દર્શનર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવશે. સિહોરમાં વધુ એક નયનરમ્ય તળાવમાં નવા રૂપરંગોથી સજી ધજીને એક સિહોરની નવી છાપ ઉભી કરશે બ્યુટીફીકેશનની કામગીરી ખુદ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈની દેખરેખ હેઠળ ચાલી રહી છે જે આખરી તબક્કામાં પોહચી છે અને અહીં કામગીરી પણ દિવસ રાત ચાલી રહી છે